ડિજિટલ માર્કેટિંગ એટલે શું? | Digital Marketing વિશે સંપૂર્ણ માહિતી
પહેલાના સમયમાં માર્કેટિંગ માત્ર મોટા ધંધા વાળા લોકો જ કરતાં હતા પણ હવે તો દરેક વ્યક્તિ માર્કેટિંગ કરી શકે છે.
ડિજિટલ માર્કેટિંગને કારણે હવે દરેક લોકો જેમની પાસે મોબાઇલ અને ઇન્ટરનેટ છે તેઓ ઓનલાઇન મફત અથવા પૈસા ખર્ચ કરીને માર્કેટિંગ કરી શકે છે.
ડિજિટલ માર્કેટિંગ એક એવો વિષય છે જેના વિશે હવે દરેક લોકોએ જાણવું જરૂરી છે, જેમાં મોટા બિઝનેસ મેન અને એવા વ્યક્તિ જેમનો ધંધો હજુ નાના સ્તર પર છે તેમનો પણ સમાવેશ થાય છે.
ડિજિટલ માર્કેટિંગ એટલે શું? – What is Digital Marketing in Gujarati?
ડિજિટલ માર્કેટિંગ એટલે કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને મોબાઇલ અથવા કમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા લોકો સુધી પહોચાડવાની રીત.
સરળ શબ્દોમાં ડિજિટલ માર્કેટિંગ એટલે ઇન્ટરનેટ દ્વારા લોકો સુધી પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ પહોચાડવું અથવા વેચવું.
ડિજિટલ માર્કેટિંગમાં કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસને વેંચવા માટે અલગ-અલગ માધ્યમો ઉપયોગમાં લેવાય છે જેમ કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, વેબસાઇટ, ઈમેલ, સર્ચ એંજિન વગેરે.
ડિજિટલ માર્કેટિંગમાં ખર્ચો જૂની માર્કેટિંગ રીતો જેમ કે ટીવી જાહેરાતો અથવા સમાચાર પેપરની જાહેરાતો કરતાં ઓછો થાય છે.
ડિજિટલ માર્કેટિંગ કેમ જરૂરી છે? – Why is Digital Marketing important?
વધારે લોકો સુધી પહોચ: અત્યારે લોકો પોતાનો વધારે સમય મોબાઇલ અને કમ્પ્યુટરમાં પસાર કરે છે અને ઇન્ટરનેટનો ખૂબ વધારે ઉપયોગ કરે છે. આ કારણે બધા જ પ્રકારના લોકો તમને ઇન્ટરનેટ પર જોવા મળે છે અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા પોતાની સર્વિસ કે પ્રોડક્ટને વધારે લોકો સુધી પહોચાડી શકાય છે.
ટાર્ગેટિંગ: ઇન્ટરનેટ ઉપર તમને બધા જ પ્રકારના અને પોતાની જુદી-જુદી પસંદગી ધરાવતા લોકો જોવા મળે છે. આ કારણે તમારે પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ કેવા લોકો સુધી પહોચાડવું છે એ તમે નક્કી કરી શકો છો અને પોતાના માર્કેટિંગ બજેટને સાચી દિશામાં ઉપયોગ કરી શકો છો.
પરિણામ માપવું: કહેવાય છે કે જે વસ્તુને તમે માપી નથી શકતા તો તેને તમે સુધારી પણ નથી શકતા અને એ જ રીતે તમને ડિજિટલ માર્કેટિંગમાં યોગ્ય લોકો સુધી પોતાની પ્રોડક્ટ કે સર્વિસ પહોચાડવા માટે પરિણામના આંકડા મળે છે જેના દ્વારા તમે પોતાના ખર્ચને યોગ્ય રીતે ઉપયોગ કરીને પોતાની ડિજિટલ માર્કેટિંગ રીતને વધુ સુધારી શકો છો.
રિયલ-ટાઇમ ફીડબેક: ડિજિટલ માર્કેટિંગમાં તમે ગ્રાહકો પાસેથી રિયલ-ટાઇમમાં ફીડબેક લઈ શકો છો અને પોતાના પ્રોડક્ટ કે સર્વિસમાં સુધારા કરીને તેને વધુ સારું બનાવી શકો છો.
આ કારણોને લીધે તમારે પોતાના પ્રોડક્ટ કે સર્વિસનું ડિજિટલ માર્કેટિંગ કરવું જરૂરી છે.
ડિજિટલ માર્કેટિંગના પ્રકાર – Types of Digital Marketing in Gujarati
- સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)
- કન્ટેન્ટ માર્કેટિંગ
- સોશિયલ મીડિયા માર્કેટિંગ (SMM)
- પે પર ક્લિક માર્કેટિંગ (PPC)
- અફિલિએટ માર્કેટિંગ
- નેટિવ જાહેરાતો
- ઇન્ફલુએંસર માર્કેટિંગ
- માર્કેટિંગ ઓટોમેશન
- ઈમેલ માર્કેટિંગ
- મોબાઇલ માર્કેટિંગ
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એક પ્રોસેસ છે જેના દ્વારા વેબસાઇટની ક્વોલિટી સુધારીને તેને સર્ચ એંજિનમાં ટોપમાં રેન્ક કરવામાં આવે છે જેથી તે વેબસાઇટને લગતી કોઈ પણ વસ્તુ લોકો ગૂગલ કે અન્ય સર્ચ એંજિનમાં સર્ચ કરે તો તેમને તે વેબસાઇટ સૌથી ઉપર દેખાઈ શકે.
વેબસાઇટમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનની પ્રોસેસ કરીને તે વેબસાઇટ પર ટ્રાફિક વધારવામાં આવે છે.
કન્ટેન્ટ માર્કેટિંગ (Content Marketing)
જે પ્રોડક્ટનું વેચાણ કરવું છે તો તે પ્રોડક્ટને લગતું ફ્રી ઉપયોગી કન્ટેન્ટ ઓનલાઇન પબ્લિશ કરવામાં આવે છે. આ ફ્રી કન્ટેન્ટ લોકોની સામાન્ય સમસ્યાઓ ઉપર હોય છે જેના દ્વારા લોકોની સમસ્યાઓ દૂર થાય છે.
આ ફ્રી કન્ટેન્ટ વાંચતા-વાંચતાં પોતાના મૂળ પ્રોડક્ટ વિશે પણ વાત-ચિત તેમાં કરવામાં આવે છે જેથી લોકો તેના વિશે જાણીને તે પ્રોડક્ટ ખરીદે છે.
ફ્રી કન્ટેન્ટમાં ફ્રી PDF, યુટ્યુબ વિડિયો અથવા કોર્સ, આર્ટીકલ, સોશિયલ મીડિયા પોસ્ટ વગેરે લોકોને આપવામાં આવે છે.
આ પ્રોસેસને કન્ટેન્ટ માર્કેટિંગ કહેવાય છે કારણ કે જેમાં લોકોને ફ્રી કન્ટેન્ટ આપીને તેની સાથે જે-તે પ્રોડક્ટની માર્કેટિંગ કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing)
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા પોતાના પ્રોડક્ટને પ્રમોટ કરવાની રીતને સોશિયલ મીડિયા માર્કેટિંગ કહેવાય છે.
સોશિયલ મીડિયા માર્કેટિંગ એક રીત છે જેના દ્વારા તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાનું અથવા પોતાની બ્રાન્ડનું પેજ બનાવો છો અને લોકોને ફ્રીમાં કન્ટેન્ટ આપીને વધારે લોકો સુધી પહોચો છો અને ત્યારબાદ લોકો તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તમારા પ્રોડક્ટ સુધી પહોચે છે.
પે પર ક્લિક (Pay Per Click)
આ રીત દ્વારા તમે જ્યારે સર્ચ એંજિન અથવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર જાહેરાતો પોતાના પ્રોડક્ટ કે સર્વિસની ચલાવો છો ત્યારે તમારે દર એક ક્લિકના પૈસા આપવા પડે છે.
ઉદાહરણ તરીકે જો તમારા ગ્રાહકો તમારી જાહેરાત જોઈને તેના ઉપર ક્લિક કરે તો જ તમારે તે એક ક્લિકના પૈસા આપવાના હોય છે. જો 10 અલગ-અલગ લોકોએ ક્લિક કર્યું તો તે 10 ક્લિકના તમારે પૈસા ખર્ચ કરવા પડે છે.
અફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing)
અફિલિએટ માર્કેટિંગમાં કોઈ એક વ્યક્તિ બીજાના પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરીને દર એક વેચાણ પર કમિશન મેળવે છે અને તે વ્યક્તિને કમિશન રૂપે પૈસા મળે છે.
આનાથી બધાને ફાયદો થાય છે. પ્રોડક્ટ બનાવનાર કે સર્વિસ બનાવનારનું વેચાણ વધે છે અને પ્રોડક્ટ પ્રમોટ કરવાવાળા વ્યક્તિને દર એક વેચાણ પર પૈસા મળે છે.
જે વ્યક્તિ પ્રોડક્ટને વેચે છે તેને અફિલિએટ માર્કેટર કહેવાય છે.
નેટિવ જાહેરાત (Native Advertising)
નેટિવ જાહેરાત તમારા કન્ટેન્ટ પ્રમાણે હોય છે. જેવુ તમારું કન્ટેન્ટ છે એવી જ તમને તેની સાથે જાહેરાત પણ જોવા મળે છે. જેનાથી યુઝરને જાહેરાત પણ સામાન્ય કન્ટેન્ટની જેમ જ લાગે છે અને તે તેના પર ક્લિક કરે છે.
ચાલો આપણે Youtubeનું જ ઉદાહરણ લઈએ તો તો તમે જ્યારે Youtube માં કોઈ પણ વિડિયો સર્ચ કરો છો તો તમને તેમાં ટોચમાં જાહેરાત ધરાવતા વિડિયો પણ જોવા મળે છે અને હોમપેજમાં સ્ક્રોલ કરશો તો તમને હોમપેજમાં પણ ઘણા વિડિયો દેખાશે જે જાહેરાતવાળા હોય છે.
જો તમે આ વિડિયો પર ક્લિક કરશો તો એ પણ સામાન્ય વિડિયોની જેમ જ હશે પણ તે વિડિયો બનાવનારએ ગૂગલ એડ્સ દ્વારા તે વિડિયોને પ્રમોટ કર્યો હોય છે.
ઇન્ફલુએંસર માર્કેટિંગ (Influencer Marketing)
ઇન્ફલુએંસર માર્કેટિંગમાં એવા લોકો દ્વારા આપણે પોતાનું પ્રોડક્ટ પ્રમોટ કરાવવું પડે છે જેમના ઘણા વધારે ફોલોવર્સ છે અથવા તેઓ ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ પણ છે. તેમનો પ્રભાવ ઇન્ટરનેટની દુનિયામાં હોવો જોઈએ.
આપણે આવા વધારે ફોલોવર્સ ધરાવતા લોકોને પૈસા આપીને પોતાનું પ્રોડક્ટ પ્રમોટ કરાવી શકીએ છીએ.
માર્કેટિંગ ઓટોમેશન (Marketing Automation)
માર્કેટિંગ ઓટોમેશનમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી માર્કેટિંગ પ્રોસેસને ઓટોમેટ કરી શકાય છે. ઘણા એવા કામો હોય છે જેને વારંવાર માણસોએ કરવા પડે છે પણ સોફ્ટવેર દ્વારા તે કામને ઓટોમેટ કરી શકાય છે.
આ રીતે એકને એક કામ કરવા માટે કોઈ માણસની જરૂર નથી પડતી અને કામની ઝડપ વધે છે.
ઈમેલ માર્કેટિંગ (Email Marketing)
ઈમેલ માર્કેટિંગમાં ઈમેલ દ્વારા ગ્રાહકો સુધી પહોચવામાં આવે છે અને પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવાનું હોય છે. ઈમેલ દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જોડી રાખવા પડે છે જેથી દર નવા પ્રોડક્ટનું વેચાણ વધારી શકાય છે.
ઈમેલ દ્વારા ફ્રી કન્ટેન્ટ પણ આપવામાં આવે છે જેથી ગ્રાહકો તે ફ્રી કન્ટેન્ટ મેળવવા માટે ઈમેલ સબ્સ્ક્રિપ્શન ચાલુ રાખે છે.
મોબાઇલ માર્કેટિંગ (Mobile Marketing)
મોબાઇલ માર્કેટિંગ દ્વારા ગ્રાહકો સુધી SMS દ્વારા, MMS દ્વારા અથવા સોશિયલ મીડિયા નોટિફિકેશન, એપ એલર્ટ વગેરે રીતો દ્વારા પોતાનું પ્રોડક્ટ પહોચાડવામાં આવે છે જેથી ગ્રાહકો તે પ્રોડક્ટને ખરીદી શકે છે.
ડિજિટલ માર્કેટિંગના ફાયદા – Benefits of Digital Marketing in Gujarati
- તમે પોતાના પ્રોડક્ટ કે સર્વિસને વધારે લોકો સુધી પહોચાડી શકો છો.
- તમારી પ્રોડક્ટ કે સર્વિસ કેટલા લોકો સુધી પહોચી છે અને કેવા લોકો સુધી પહોચી તે તમે જોઈ શકો છો.
- પોતાના પ્રોડક્ટ કે સર્વિસને વ્યક્તિની ઉંમર, શહેર, એમની પસંદગી વગેરેના આધારે કેવા લોકો સુધી પહોચાડવું છે એ તમે નક્કી કરી શકો છો.
- પોતાના ગ્રાહકો પાસેથી રિયલ-ટાઈમ ફીડબેક લઈ શકો છો.
- પોતાના ગ્રાહકો સાથે સારા સબંધો તમે બનાવી શકો છો.
- પોતાના બ્રાન્ડની જાગરૂકતાને વધારી શકો છો.
- પોતાના બિઝનેસ માટે લીડ્સ જનરેટ કરીને તેને સેલમાં ફેરવી શકો છો અને તેમને પોતાના ગ્રાહકો બનાવી શકો છો.
ટ્રેડિશનલ માર્કેટિંગ કરતા ડિજિટલ માર્કેટિંગના અનોખા ફાયદા!
1. પરિચય (Introduction)
ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટિંગ એ બંને વ્યવસાયોને પ્રસરાવવા માટે મહત્વપૂર્ણ સાધનો છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં ટીવી, રેડિયો, છાપાં, બેનર અને પેમ્ફલેટનો ઉપયોગ થાય છે જ્યારે ડિજિટલ માર્કેટિંગમાં વેબસાઈટ, સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા, અને ઇમેઇલ માર્કેટિંગ દ્વારા પ્રચાર થાય છે. આ લેખમાં આપણે જાણશું કે કેમ ડિજિટલ માર્કેટિંગ વધુ અસરકારક અને વ્યાપક છે.
2. કિંમત-અસરકારક (Cost-Effectiveness)
ટ્રેડિશનલ માર્કેટિંગમાં જાહેરાતો માટે ભاری ખર્ચ થાય છે, જેમ કે ટીવી અને ન્યૂઝપેપરમાં વિજ્ઞાપન માટે મોટી રકમ ખર્ચવી પડે. ડિજિટલ માર્કેટિંગ ઓછા ખર્ચમાં પણ અસરકારક અભિયાન ચલાવવાની તક આપે છે. Google Ads, Facebook Ads અને Email Marketing જેવી પદ્ધતિઓ દ્વારા ઓછા બજેટમાં વધુ પરિણામ મેળવી શકાય છે.
3. લક્ષ્યભૂત પ્રચાર (Targeted Marketing)
ડિજિટલ માર્કેટિંગમાં ચોક્કસ ઉંમર, સ્થળ, રસ અને વર્તનના આધારે લક્ષ્ય ગ્રાહકો સુધી સીધા પહોંચી શકાય છે. ઉદાહરણ તરીકે, ફેસબુક અને ગૂગલના એલ્ગોરિધમ ગ્રાહકોની પસંદગી અને ઇતિહાસ અનુસાર જાહેરાતો બતાવે છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં આ સુવિધા ઉપલબ્ધ નથી, જેનાથી ઘણો ખર્ચ વ્યર્થ જાય છે.
4. માપન અને વિશ્લેષણ (Measurable Results & Analytics)
ડિજિટલ માર્કેટિંગમાં દરેક અભિયાનનું રિયલ-ટાઇમ ડેટા અને વિશ્લેષણ ઉપલબ્ધ હોય છે. Google Analytics, Facebook Insights, અને Ahrefs જેવા ટૂલ્સ દ્વારા ROI (Return on Investment) ચકાસી શકાય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં આટલી સચોટ માપન પદ્ધતિ ઉપલબ્ધ નથી.
5. વધુ પહોંચ અને વૈશ્વિક વ્યાપ (Wider Reach & Global Presence)
ડિજિટલ માર્કેટિંગ દ્વારા કોઈપણ બ્રાન્ડ વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકે છે. સોશિયલ મીડિયા, બ્લોગ્સ અને વેબસાઈટ દ્વારા બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રસરાવી શકાય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં ભૌગોલિક મર્યાદાઓ છે અને સામાન્ય રીતે સ્થાનિક પ્રચાર માટે વધુ ઉપયોગી છે.
6. ટૂંકા ગાળાનો પ્રભાવ (Instant Results & Quick Implementation)
ડિજિટલ માર્કેટિંગમાં ઝડપી અભિયાન શરૂ કરી શકાય છે અને તરત જ પરિણામો જોવામાં આવે છે. Google Ads અને Facebook Ads દ્વારા તરત જ લીડ્સ અને ક્લિક્સ મેળવી શકાય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં વ્યાપક અભિયાન માટે વધુ સમય અને તૈયારી જરૂરી હોય છે.
7. ઇન્ટરએક્ટિવ અને અંગત સ્પર્શ (Interactive & Personalized Marketing)
ઇમેઇલ માર્કેટિંગ, ચેટબોટ્સ, અને પર્સનલાઈઝ્ડ જાહેરાતો દ્વારા ગ્રાહકો સાથે સીધો સંપર્ક શક્ય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં આ પ્રકારની અંગત સપોર્ટ અને ઇન્ટરએક્શન શક્ય નથી.
8. સોશિયલ મીડિયા પાવર (Power of Social Media)
સોશિયલ મીડિયા દ્વારા બ્રાન્ડ્સ સરળતાથી ફ્રી અને પેઇડ પ્રચાર કરી શકે છે. Facebook, Instagram, Twitter અને LinkedIn પર જાહેરાતો, લાઈવ સ્ટ્રીમિંગ, અને Influencer Marketing દ્વારા વધુ લોકો સુધી પહોંચવું શક્ય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં આટલી વૈવિધ્યસભર વ્યૂહરચના ઉપલબ્ધ નથી.
9. SEO અને ઓર્ગેનિક ગ્રોથ (SEO & Organic Growth)
સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન (SEO) દ્વારા લોકોNaturally વેબસાઈટ શોધી શકે છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં એકવાર જાહેરાત છપાઈ ગઈ કે રેડિયો પર આવી ગઈ, પછી તેનું વાળણ શક્ય નથી. SEO દ્વારા લાંબા ગાળે ઓર્ગેનિક ટ્રાફિક મેળવી શકાય છે.
10. રિવ્યુ અને ફીડબેકનો લાભ (Customer Feedback & Reviews)
ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ગ્રાહકો તરત જ રિવ્યુ આપી શકે છે, જેનાથી પ્રોડક્ટની વિશ્વસનીયતા વધે છે. Google Reviews, Trustpilot, Amazon Feedback વગેરે પ્લેટફોર્મ્સ ગ્રાહકોના પ્રતિસાદ મેળવવામાં મદદરૂપ થાય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં ગ્રાહકોનો પ્રતિસાદ મેળવવો મુશ્કેલ હોય છે.
11. અવકાશ અને સ્કેલેબિલિટી (Scalability & Adaptability)
ડિજિટલ માર્કેટિંગમાં જરૂર મુજબ અભિયાનનું બજેટ વધારી અથવા ઓછી કરી શકાય છે. ટેસ્ટિંગ અને A/B ટેસ્ટ દ્વારા કઈ જાહેરાત વધુ અસરકારક છે તે જાણી શકાય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં એકવાર શરૂ કરેલા અભિયાનમાં ફેરફાર કરવો મુશ્કેલ હોય છે.
12. વિશિષ્ટ ઉદાહરણો (Case Studies & Examples)
સફળ ડિજિટલ માર્કેટિંગ અભિયાન:
- Amazon: SEO અને Paid Ads દ્વારા દૂસરી કંપનીઓ કરતા વધુ વેચાણ મેળવ્યું.
- Zomato & Swiggy: સોશિયલ મીડિયા માર્કેટિંગ દ્વારા ફૂડ ડિલિવરી માર્કેટમાં ડોમિનેટ કર્યું.
ટ્રેડિશનલ માર્કેટિંગમાં મર્યાદાઓ:
- TV & Newspaper Ads: ફક્ત મોટી કંપનીઓ માટે ખર્ચવાળો વિકલ્પ.
- Local Print Ads: માત્ર ચોક્કસ વિસ્તાર સુધી મર્યાદિત પ્રભાવ.
13. નિષ્કર્ષ (Conclusion)
ડિજિટલ માર્કેટિંગ તેની કિંમતે અસરકારકતા, વૈશ્વિક પહોંચ, લક્ષ્યભૂત પ્રચાર અને ઝડપથી માપન ક્ષમતાઓને કારણે ટોપ વિકલ્પ છે. આધુનિક યુગમાં દરેક વ્યવસાય માટે ડિજિટલ માર્કેટિંગ અપનાવવું અનિવાર્ય બની ગયું છે. જો તમે હજી પણ ડિજિટલ માર્કેટિંગ શરુ કર્યું નથી, તો આજે જ તેની શરૂઆત કરો અને તમારું બિઝનેસ નવી ઊંચાઈઓએ લઈ જાઓ!
ડિજિટલ માર્કેટિંગ માટે કેવા પ્રકારની સામગ્રી બનાવવી જોઈએ?
બ્લોગ પોસ્ટ: ડિજિટલ માર્કેટિંગ માટે તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો અને ગૂગલ અને બિંગ જેવા સર્ચ એંજિનમાંથી SEO કરીને ટ્રાફિક મેળવી શકો છો.
ઇન્ફોગ્રાફિક્સ: કોઈ પણ મુશ્કેલ વિષયને સમજાવવા માટે તમે ઇન્ફૉગ્રાફિક્સ બનાવી શકો છો અને તેને Pinterest અને Instagram જેવા પ્લૅટફૉર્મમાં શેર કરી શકો છો અથવા બ્લોગ પોસ્ટમાં પણ શેર કરી શકો છો.
વિડિયો: તમે અલગ-અલગ તમારા વિષયને લગતા વિડિયો બનાવી શકો છો જેના દ્વારા વધારે લોકો તમારી સાથે જોડાશે.
પોડકાસ્ટ: અત્યારે લોકો ઓડિઓ સામગ્રી ખૂબ સાંભળી રહ્યા છે તો તમે પોડકાસ્ટ બનાવીને તેને Spotify જેવા ઘણા ઓડિઓ પ્લૅટફૉર્મ પર અપલોડ કરી શકો છો.
ઈ-બૂક: માર્કેટિંગ મટિરિયલ માટે તમે ઈ-બૂક બનાવીને તમારા ગ્રાહકો અથવા સબ્સક્રાઇબરને મફતમાં આપી શકો છો, જેમાં તમે પોતાનું પ્રોડક્ટ કે સર્વિસ પ્રમોટ કરી શકો છો.
ડિજિટલ માર્કેટિંગ માટે જરૂરી વસ્તુઓ
- ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમારી સૌથી પહેલા પોતાના લક્ષ્યો નક્કી કરવા ખૂબ જરૂરી છે કે તમારે શું મેળવવું છે. જેમ કે સેલ્સ, લીડ્સ, બ્રાન્ડિંગ વગેરે.
- તમારે કેવા લોકો સુધી પહોચવું છે અથવા પોતાના પ્રોડક્ટ કે સર્વિસને પહોચાડવું છે એ પણ નક્કી કરવું જોઈએ.
- તમે જે પણ સામગ્રી બનાવો જેમ કે વિડિયો, પોસ્ટ વગેરે તો તેમાં વધારે સારી ક્વોલિટીની વેલ્યૂ હોવી જોઈએ.
- હવે પોતાના પ્રોડક્ટ કે સર્વિસને કયા માધ્યમ દ્વારા પહોચાડવું છે એ પણ તમારે જાણવું જરૂરી છે.
- ત્યારબાદ અંતમાં તમારે તેના પરિણામને ટ્રેક કરતું રહેવાનુ છે અને પોતાની સ્ટ્રેટજીને સુધારતા રહેવાની જરૂર છે.
ડિજિટલ માર્કેટિંગ કરવા માટે કોડિંગ જરૂરી છે?
ડિજિટલ માર્કેટિંગ કરવા માટે કોડિંગની જરૂર રહેતી નથી કારણ કે કોડિંગ કરવું તે એક ડેવલોપરનું કામ છે. તમારે માત્ર વેબસાઇટ અને સોફ્ટવેરને ઉપયોગ કરવાના હોય છે.
પણ જો તમને વેબસાઇટ અને એપમાં ઉપયોગ થતી પ્રોગ્રામિંગ અથવા માર્કપ ભાષા વિશે સામાન્ય માહિતી ખબર હશે તો એ પણ તમને વધારે ઉપયોગી થશે.
ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે કેટલો સમય લાગી શકે?
ડિજિટલ માર્કેટિંગ કોઈ એવો વિષય નથી જેને તમે સંપૂર્ણ શીખ્યા બાદ જ તેને પ્રેક્ટિકલી કરી શકો છો અથવા આ એવો વિષય પણ નથી જેને તમે સંપૂર્ણ શીખી શકો છો કારણ કે દરરોજ આ ફિલ્ડમાં કઈક નવું બદલાય છે અને અપડેટ આવે છે.
તમે 1-2 માહિનામાં જ શીખવા જેવુ ઘણું શિખીને તેના ઉપર કામ શરૂ કરી શકો છો અને કમાણી પણ શરૂ કરી શકો છો.
જેમ-જેમ તમે પોતાની સ્કિલ વધારતા અને શિખતા જશો એમ તમારા કામની વેલ્યૂ વધશે અને તમને પૈસા પણ ઘણા સારા મળશે.
ડિજિટલ માર્કેટિંગ ના આંકડા અને પુરાવા (Stats & Facts)
ડિજિટલ માર્કેટિંગના ઝડપથી વિકાસ પામતા ક્ષેત્ર માટે તાજેતરના આંકડા મહત્વપૂર્ણ છે. ૨૦૨૫ સુધી ભારતે ડિજિટલ માર્કેટિંગ અને ઇન્ટરનેટ વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે.
- ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓ:
૯૫ કરોડથી વધુ (૯૫૦ મિલિયન) લોકો હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ડિજિટલ બજાર બનાવે છે. - ડિજિટલ એડ્વરટાઈઝિંગ બજાર:
ભારતમાં ડિજિટલ જાહેરાત ઉદ્યોગની વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) ૨૦% છે, અને ૨૦૨૫ સુધી ₹૬૫,૦૦૦ કરોડ ($૭.૮ અબજ) સુધી પહોંચવાની અપેક્ષા છે. - ભારતમાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ:
૬૫%થી વધુ ભારતીય લોકો (~૯૨ કરોડ લોકો) સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ નીચે મુજબ છે:- વ્હોટ્સએપ (WhatsApp): ૫૮ કરોડ
- યુટ્યુબ (YouTube): ૫૦ કરોડ
- ઇન્સ્ટાગ્રામ (Instagram): ૪૨ કરોડ
- ફેસબુક (Facebook): ૩૫ કરોડ
- ઇ-કોમર્સ ઉદ્યોગની વૃદ્ધિ:
૮૫% ભારતીય ગ્રાહકો હવે ઑનલાઇન ખરીદીને પ્રાધાન્ય આપે છે, જેના પરિણામે ૨૦૨૬ સુધી $૨૦૦ અબજ (₹૧૬,૫૦,૦૦૦ કરોડ)ના ઇ-કોમર્સ માર્કેટ થવાની અપેક્ષા છે.
તાજા અપડેટ્સ અને ઉદાહરણો (Latest Trends & Examples)
ડિજિટલ માર્કેટિંગ સતત બદલાતું રહે છે. ૨૦૨૫માં, નવી ટેક્નોલોજી અને માર્કેટિંગ વ્યૂહરચનાઓ ઉદ્યોગને પુનઃઆકાર આપી રહી છે:
- Google Core Web Vitals Update:
- Google હવે પેજની લોડિંગ સ્પીડ અને યૂઝર એક્સપિરિયન્સને વધુ મહત્વ આપે છે, તેથી મોબાઇલ-મૈત્રીપૂર્ણ (mobile-friendly) વેબસાઈટ માટે અપડેટ કરવું જરૂરી છે.
- Instagram Reels અને YouTube Shortsનું પ્રભુત્વ:
- ટૂંકા ફોર્મના વીડિયો માર્કેટિંગ (short-form videos) હવે ડિજિટલ માર્કેટિંગમાં ૬૦%થી વધુ વ્યસ્તતા (engagement) લાવે છે.
- WhatsApp Business API નો ઉછાળો:
- ૪૦% વધુ બિઝનેસ હવે WhatsApp Commerce નો ઉપયોગ કરે છે ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરવા માટે.
- AI આધારિત માર્કેટિંગ:
- ડિજિટલ માર્કેટિંગના ૫૦% થી વધુ વ્યાવસાયિકો હવે AI-Generated Content નો ઉપયોગ કરે છે, જેમાં જાહેરાતો, બ્લોગ્સ અને ઑટોમેશન સામેલ છે.
ડિજિટલ માર્કેટિંગ દ્વારા પૈસા કેવી રીતે કમાવવા?
નોકરી: તમે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં કોઈ કંપનીમાં નોકરી કરી શકો છો અને દર મહિને પોતાની સ્કિલ મુજબ પગાર મેળવી શકો છો.
ફ્રીલાંસર: તમે ફ્રીલાંસર તરીકે પણ આ ફિલ્ડમાં કામ કરી શકો છો અને પોતાની ડિજિટલ માર્કેટિંગ સર્વિસ અલગ-અલગ લોકોને આપીને દર અલગ પ્રોજેકટના આધારે તમે પેમેન્ટ મેળવી શકો છો.
એજન્સી: તમે પોતાની ડિજિટલ માર્કેટિંગ સર્વિસ આપીને અને પોતાની એક ટીમ બનાવીને એક ડિજિટલ માર્કેટિંગ એજન્સી બનાવી શકો છો અને કમાણી કરી શકો છો.
કોચિંગ: જો ડિજિટલ માર્કેટિંગમાં તમને અનુભવ હોય અને તમારી પાસે સ્કિલ હોય તો તમે ડિજિટલ માર્કેટિંગ બીજા લોકોને શીખવાડીને કમાણી કરી શકો છો જેમાં તમે પોતાનો કોચિંગ પ્રોગ્રામ, વેબિનાર, યુટ્યુબ ચેનલ, કોર્સ વગેરે લોન્ચ કરી શકો છો. તમે બીજા માર્કેટરને માર્ગદર્શન પણ આપી શકો છો.
આવી ઘણી રીતે તમે ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં પૈસા કમાઈ શકો છો.
હવે આશા છે કે આ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે. તમે તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી બધા જ લોકોને જાણવા મળે.